શૂન્ય
શૂન્ય
હું ખુદ તો કંઈ જ નથી, જ્યાં સુધી તમે સાથે નથી,
મારો તો આધાર પણ તમે છો, મારી ખુદની કોઈ કિંમત નથી.
કરો જો ઉમેરો મારો કે કરો બાદ પણ મને તમારામાંથી,
હું છું જ એવો, કોઈ ફરક ન પડે મારા આવવા કે તમારામાંથી જવાથી.
ભાગી નહિ શકો મારાથી, ને થઈ જશો શૂન્ય તમે પણ, મારા ગુણાકારથી,
છતાં, કિંમત તમારી, કરી દઈશ દસ ગણી જો જોડશો એમ જ, મને તમારાથી.
આગળ તમે છો તો ઠીક છે, જો પાછળ તમે રહી ગયા, તો સમજો હું કંઈ નથી.
તમે છો તો જ હું 'નિપુર્ણ' છું, બાકી હું 'પૂર્ણ' પણ નથી.