STORYMIRROR

NIKITA PANCHAL

Romance

3  

NIKITA PANCHAL

Romance

શું છે ?

શું છે ?

1 min
64


તારા પ્રેમમાં મારી દશા શું છે ?

મોત ને આવે મારી દયા શું છે ?


રાખો ના દયા મુજ પર તમે,

જો હૃદય ના પીગળે તો શું છે ?


શેરી શેરી શોધું ના મળો તમે,

મંદિરે મૂરતમાં મળો તો શું છે ?


પાંપણ પાથરી રાખી રાહોમાં અમે

તમે હવે કંટક પાથરો તો શું છે ?


પ્રેમથી વ્હાલી વાતો કરીને પશવારે,

હવે પીઠમાં ખંજર ખૂંપે તો શું છે ?


Rate this content
Log in