જોઉં છું તને
જોઉં છું તને


વરસાદની બુંદોમાં જોઉં છું તને,
મેઘધનુષનાં રંગોમાં જોઉં છું તને,
સૂરજનાં કિરણોમાં જોઉં છું તને,
હવાની લહેરખીમાં જોઉં છું તને,
ચંદ્રની ચાંદનીમાં જોઉં છું તને,
સમુદ્રની લહેરોમાં જોઉં છું તને,
પ્રેરણા આપી તે મને કાવ્ય લખવાની,
મારા કાવ્યની દરેક પંક્તિમાં જોઉં છું તને,
અંતમાં બસ કહેવાનું એજ કે
દુનિયાનાં દરેક રંગોમાં જોઉં છું તને.