STORYMIRROR

Vagisha Vaidya

Romance

4  

Vagisha Vaidya

Romance

ફરવા જઈએ

ફરવા જઈએ

1 min
114

તારા કદમ સાથે કદમ મીલાવી,

ચાલ ક્યાંક ફરવા જઈએ,

દુનિયાને ભૂલી ખાલી હું અને તું,

જિંદગીને જીવવા જઈએ.


તારા હાથમાં હાથ મીલાવી,

ચાલ ક્યાંક ફરવા જઈએ,

સપનાના ધોડા દોડાવી,

ચાલ આપણે ફરવા જઈએ.


વરસાદની બૂંદોમાં,

ચાલ ભીંજાવા જઈએ,

ભીની માટીની સુગંધને,

ચાલ માણવા જઈએ.


વહેલી સવારમાં ઝાકળની,

બુંદોને સ્પર્શ કરી,

સંદયા સમયએ દરિયા કિનારે,

ચાલ ફરવા જઈએ.


હાડ થિજાવતી ઠંડીમાં ચાલ,

તાપણામાં તપવા જઈએ.

ને ઘટાદાર વનના વૃક્ષો નીચે,

શીતળતા પામવા જઈએ.


ચાલ આમજ ખાલી તું અને હું,

ક્યાંક ફરવા જઈએ,

તારા કદમ સાથે કદમ મીલાવી,

ચાલ ક્યાંક ફરવા જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance