ફરી એક વાર
ફરી એક વાર
1 min
23.6K
ફરી એક વાર બાળપણ જીવવું છે,
જુના મિત્રો સાથે રમવું છે.
ફરી એક વાર પિતા સાથે ફરવું છે,
તેના ખભા પર બેસી દુનિયા જોવી છે.
ફરી એક વાર ભાઈ સાથે રમવું છે,
તેની સાથે મીઠો ઝગડો કરવો છે.
ફરી એક વાર શાળાએ જવું છે,
શિક્ષકો તેમજ જુના મિત્રોને મળવું છે.
ફરી એક વાર દાદીની વાર્તા સંભાળવી છે,
અને નાનીના હાથની મીઠાઈ ખાવી છે.
ફરી એક વાર મામાના ઘરે જવું છે,
બસ આમજ ફરી એક વાર જિંદગી જીવવી છે.