ખુદાની મહેરબાની
ખુદાની મહેરબાની
આવ્યો છું હું તારા નગરમાં,
શોધતા તુજને સાંજ પડી ગઈ,
શેરીના દરવાજે મળી મુજને,
ખુદાની મહેરબાની થઈ ગઈ....
પ્રેમનો ફરિશ્તો છું તારો હું,
શોધી રહ્યો હતો હું તુજને,
બાવરો બનીને ભટકતો હતો હું,
યાદ કરતો હતો હું તુજને,
સુંદર ચહેરો જોયો તારોને,
મુસ્કાન તારી મોહી ગઈ,
નજરોના તે તીર ચલાવ્યા,
ખુદાની મહેરબાની થઈ ગઈ....
તારા મધુર મિલન માટે હું,
તડપી રહ્યો હતો મારા દિલથી,
તરસ પ્રેમની મિટાવવા માટે હું,
ઝંખી રહ્યો હતો મારા મનથી,
અજવાળી રઢીયાળી રાતે,
યૌવનની અંગડાઈ લઈ ગઈ,
અધરોના જામ છલકાવ્યા તે,
ખુદાની મહેરબાની થઈ ગઈ....
નયનોથી ઈશારો કરીને,
ધાયલ બનાવ્યો તે મુજને,
યૌવનની અંગડાઈ લઈને,
મદહોશ બનાવ્યો તે મુજને,
મુજને દિલથી અપનાવીને તું,
દોડીને આલિંગન દઈ ગઈ,
"મુરલી"નો સહારો બની તું,
ખુદાની મહેરબાની થઈ ગઈ.