STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

આત્માનો અવાજ

આત્માનો અવાજ

1 min
283

હું સ્નેહનો સાગર વહાવુ છું,

હું માનવ સેવાને અપનાવુ છું,

મારા આત્માનો અવાજ સાંભળીને,

હું નિર્મળ બનીને જીવુ છું. 


હું પ્રેમની જ્યોત પ્રગટાવુ છું,

હું રાગ-દ્વેષ હમેશા દૂર કરૂ છું,

મારા આત્માનો અવાજ સાંભળીને,

હું નફરતની આગ બુઝાવુ છું. 


હું જુલમ-સિતમ સામે લડુ છું,

હું ભૂલા પડેલને માર્ગ દેખાડુ છું,

મારા આત્માનો અવાજ સાંભળીને,

હું ગરીબોનો સહારો બનુ છું.


હું પાખંડીઓને ખુલ્લા પાડુ છું

હુ ધર્મનો જય જયકાર કરૂં છું,

મારા આત્માનો અવાજ સાંભળીને,

હું શ્યામની "મુરલી"માં મગ્ન બનુ છું.


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ) 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational