STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

ખુબ ગમે છે

ખુબ ગમે છે

1 min
313

ક્યારેક મને મારામાંથી બહાર નીકળવાનું ખુબ ગમે છે,

જેમ કૂ્ંપળ ફૂટે ને ? એમજ ઊગી નીકળવાનું ખુબ ગમે છે,


જિંદગીનું શું છે ? એ તો કાયમની જેમ ચાલતી રહેવાની,

કોઈ ગમતું જણ મળે ને તો થોભી જવાનું ખુબ ગમે છે,


પૂનમનો આછેરો અજવાસને આ પારિજાતની સુવાસ,

નિખરતી રાતમાં મઘમઘતું મંદ મહેંકવાનું ખુબ ગમે છે,


જે હાથમાંથી સરી ગયું તે સરી ગયું પણ જો મળે ને,

તો ઘુંટવા હાથમાં પાટી લૈ નવું લખવાનું ખુબ ગમે છે,


મધ્યમાં રહું કમળ જેમ ખિલું' હોય ભ્રમરનો ગુંજારવ,

ઘુઘવતી 'ઝીલ'ને સ્થિતપ્રજ્ઞ બની ઠરવાનું ખુબ ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance