Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.6  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

ખરેલી વસંત

ખરેલી વસંત

1 min
374

ખાલી હૃદયમાં પણ યાદો તારી ભરી હતી,

તમે ગયાં તો જાણે આ જિંદગી ઠરી હતી,

તે કહેતાં તો કહી દીધું ભૂલી જજે તું મને,

હું કહું છું કે તે ખૂબ ગંભીર ભૂલ કરી હતી,

લાગણી, પ્રેમ કે ગુસ્સો એ જે હતું તે ખરું,

તારાં વર્તનમાં ના કદીય નરમાશ જરી હતી,

સહેવાય નહીં, ને કશું કોઈને કહેવાય નહીં,

એવી રીતે એ લીલીછમ્મ વસંત ખરી હતી,

રાખી દીધું છે એ દુઃખ મેં હૈયામાં સંતાડીને,

પાણી હતું છતાં નાવ અમારી ના તરી હતી,

ચોમાસાની રાહ જોઉં આંસુથી ભીંજાઈને,

એથી જ હવે ભીંજાવાની ઈચ્છા મરી હતી!

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy