STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

ખોયું મેં ગાડું

ખોયું મેં ગાડું

1 min
229

બાપ બોલ્યો ચલ સાથે દીકરા હળ ચલાવને

ભણવાનું પડતું મૂક હવે ઘરકામમાં હાથ દે ને,


ગામ છોડી શહેરી બન્યો કમર તોડતો રહેને 

ભણ્યો નથી તો જીવી લીધું શું ટ્રક ચલાવીને,


પ્રેમ લગ્ને દીકરો જન્મ્યો વધામણાં આંગણે ને

કંચન વર્ણી કન્યા જન્મી પણ ખર્ચા તો વધ્યાને,


કમર તૂટી તોડી રોટી જાત ઘણી રોજ મારીને

દેશ છોડી વિદેશ પહોંચ્યો શાને કાજ મરીને,


ન અહીં શાંતિથી જીવાયું વિદેશ વાટે રખડીને

છૂટ્યો પ્રદેશ તો દેશ વાટે કયાંય નો રહ્યો ને,


રોજ લાશ મારી ઊઠાવી રોજ સૂરજ ઉદય ને

પૃથ્વીનો મહેમાન બની કયાં કદીયે જીવ્યો ને


એક સ્વર્ગે એક નરકે ત્રિશંકુ હું જ ફસાયોને

લાલચ-લોભ-રોષ-નગદે મુજથી હું ખોવાયોને


લખો-ભૂસો ખોટો-સાચો સરવાળે સપડાયોને

ભરખે જિંદગી ભરખે કોરોના બોલો ફેર છે ને


કઈ વાટે પ્રભુ દ્વારે લઈ જાશે કોઈ બતાવોને

દેશ હોય કે વિદેશ વાટે રાજીપો કયાં કહોને 


બોલતા શીખો ચૂપ રહો કોણ તમારું બતાવોને

જન્મતાં જ રડાવે શ્વાસ છોડાવી શ્વાસ રહેવાનાને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama