ખોવાનું શું ?
ખોવાનું શું ?
કોઇને પામ્યાં વિના ખોવાનું શુંં !
હાથની રેખા ઉપર રોવાનું શું !
નીકળી પડ્યાં ફના થાવાને
પાછળ વળીને પછી જોવાનું શું !
આંખમાં એની પડતું મૂકીએ
છીછરા સાગર મહીં હોવાનું શું !
સ્મરણો ધોવાય જો અશ્રુઓથી
તો વહેતાં આંસુને લ્હોવાનું શું !
ડાઘ ના ઝાંખા પડે એમ દિલે
આંસુઓથી આંસુઓને ધોવાનું શું !

