Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Tragedy

4.5  

Neha Desai

Tragedy

ખોવાઈ છે ક્યાંક માણસાઈ

ખોવાઈ છે ક્યાંક માણસાઈ

1 min
195

જુઓ આજ દરેક વસ્તુની ઠગાઈ

માણસની માણસ સાથે છે અવિરત લડાઈ,

માનવતા છડે ચોક છે લુંટાઈ !

ખોવાઈ છે ક્યાંક માણસાઈ !

ભૂલ્યાં સૌ આજ પીડ પરાઈ

કરતાં રહ્યાં બસ બધાંની બુરાઈ,

ભરીને ખિસ્સાં ભૂલી છે ખુદાઈ !

ખોવાઈ છે ક્યાંક માણસાઈ !

બહેરાં કાને મદદની ચીસો સંભળાઈ

અવગણીને કરી બસ પોતાની ભલાઈ,

માનવ મનની કેવી છે નાગાઈ

ખોવાઈ છે ક્યાંક માણસાઈ !

સોનાનાં ભાવે મળતી દવાઈ

જિંદગી કરતા મોત છે સવાઈ

અંતિમ સંસ્કાર માટે કરો દુહાઈ !

ખોવાઈ છે ક્યાંક માણસાઈ !

હિંદુ હોય કે સીખ ઈસાઈ

રોગની ના કોઈ જાત કે સગાઈ

સંક્રમણમાં કેવી જુદાઈ !

ખોવાઈ છે ક્યાંક માણસાઈ !

નફરત ને ઈર્ષાની જૂઓ ઊંચાઈ

નથી પડી કોઈને 'ચાહત'ની પોતાની કે પરાઈ

આ તે કેવી માણસની અદેખાઈ !

ખોવાઈ છે ક્યાંક માણસાઈ !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy