ખલબલીસી તકરાર
ખલબલીસી તકરાર
આજ થોડી ધમાલ કરી,
પ્રેમથી થોડી બબાલ કરી
હૃદયને વીંધી કમાલ કરી,
ને દર્દને થોડી મશાલ કરી
હું એમજ ક્યાં હાર માનું,
એવો પાગલ આશિક છું
સનમ સાથે થોડી એમજ
ખલબલીસી તકરાર કરી
સાચું કહું આવું કઈ છે નહીં,
પણ,સમયએ કરવટ કરી
રોજેરોજ શુ લખવું ઘરમાંજ
એટલે થોડી બનાવટ કરી
હસી હસીને લે કેટલું હસવું,
માટે બંધ દિલને ફરિયાદ કરી
જોને 'આશુ'નો વરસાદ કરવા,
જખમોની થોડીસી પંપાળ કરી.