STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

કહેવું છે

કહેવું છે

1 min
68

કહેવું છે ઘણું છતાં હવે હિંમત ના રહી,

કહેવાયેલા શબ્દોની હવે કિંમત ના રહી,


તૂટેલું છે મકાન લાગણીનું, લાગે ખંડેર,

મારી પાસે કરી શકું એવી મરામત ના રહી,


મીઠા મધુરા એ સ્વપ્નો સાચા ના થયાં,

જીવન જીવવાની જાણે લહેજત ના રહી,


મારાં નસીબનો હું એકલો હતો લેખક,

બદલી શકે ખુદા એને એવી કરામત ના રહી,


મારાં તરફથી ઉઠાવી ફરતો રહ્યો સંબંધ,

વહન કરી શકે તું એવી જહેમત ના રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Tragedy