STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

ખેવના

ખેવના

1 min
748


સપના ભરેલી આંખમાં ખેવના હોઈ પણ શકે,

નદીને દરિયામાં સમાવાની ખેવના હોઈ પણ શકે.


સૂરજ ને પણ અસ્ત થવાની ખેવના હોઈ શકે,

પક્ષીઓને પોતાના બચ્ચાને મળવાની ખેવના હોઈ શકે.


સાત સમંદર પાર દૂર દેશાવર જોવાની ખેવના હોઈ શકે,

ભારત દેશની માટીની સુગંધ માણવાની ખેવના હોઈ શકે.


તપોભંગથી વિશેષ કયાંક તપની ખેવના હોઈ શકે,

સંસારથી વિશેષ કયાંક ભકિતની ખેવના હોઈ શકે.


ભાવનાથી લખાયેલી રચના કોઈ વાંચે એ ખેવના હોઈ શકે,

હજુ સારુ કંઇક નવું રચી શકુ એ ખેવના હોઈ શકે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational