STORYMIRROR

Bharat Thacker

Drama Inspirational

3  

Bharat Thacker

Drama Inspirational

ખેડૂત

ખેડૂત

1 min
2.0K


રાગ : એક લડકી કો દેખા તો ઐસા લગા.....


હો...... એક ખેડૂતને જોયુ તો એવું લાગે,


જાણે ખેતરની જાન, જાણે ખેતીનું જ્ઞાન,

જાણે જય હો કિસાન, જાણે ગામની પુકાર,

જાણે દેશનો દુલાર, જાણે મંદીરમાં પ્રગટે દીવા....


હો....એક ખેડૂત ને જોયુ તો એવું લાગે,


જાણે ઉગતી ફસલ, જાણે ખેતીની ગઝલ,

જાણે ફાગુનનો રંગ, જાણે વૈશાખનો સંગ,

જાણે મહેનતનું ફળ, જાણે કાલ ઉજ્જવલ,

જાણે દેશ માટે ફળતી દુવા....


હો....એક ખેડૂતને જોયુ તો એવું લાગે


જાણે પરસેવાની મહેક, જાણે વસંતની ચહેક,

જાણે સંઘનો બલ, જાણે આપદાનો હલ,

જાણે દેશનું માન, જાણે નવા કિર્તીમાન,

જાણે મા ધરતીનો ખુમાર...

હો....એક ખેડૂતને જોયુ તો એવું લાગે .....

હો.....એક ખેડૂતને....


Rate this content
Log in

Similar gujarati poem from Drama