ખબર નથી હોતી
ખબર નથી હોતી
વ્યથાઓ ઘણી હોય છે દિલ મહીં,
ચહેરા પર વાંચી શકાતી નથી હોતી.
ખામોશીમાંયે હોય છે ઘણી ફરિયાદો,
શબ્દોથી વ્યક્ત થતી નથી હોતી.
તૃપ્તિમાંયે તીવ્ર ઈચ્છા હોઈ શકે,
આકાંક્ષા કદી પૂર્ણ થતી નથી હોતી.
ડગલેને પગલે આવે છે અડચણો,
જીવનયાત્રા કદી સરળ નથી હોતી.
પૃથ્વીની રેખાઓજ હોય છે નકશામાં,
ખરી હાલત એમાં દેખાતી નથી હોતી.
સગપણ તો હોય છે અનેક સાથે,
સ્નેહ છે કે સ્વાર્થ ખબર નથી હોતી.
સ્વતંત્રતાના નામે ચાલે છે સ્વચ્છંદતા,
વિનાશ છે કે વિકાસ ખબર નથી હોતી.
