ખાટી મીઠી ચૉકલેટ
ખાટી મીઠી ચૉકલેટ
ખાટી મીઠી ચૉકલેટ ખાઈને રાજી રાજી થાઉં,
રોજ સવારે વહેલા ઊઠી ભણવાને હું જાઉં,
આવે મારો જન્મદિવસ તો ખુશી ખુશી થાઉં,
સ્વજનોને ચૉકલેટ વહેંચવા જલદી જલદી જાઉં,
મીઠી મીઠી ચૉકલેટ વહેંચી પ્રસન્ન ઘણો થાઉં,
વડીલોના આશીર્વાદથી સુખી થઈ જાઉં,
મસ્ત મજાની ચૉકલેટ હું હોંશે હોંશે ખાઉં,
દાદાજીની આંગળી પકડી રોજ મંદિરે જાઉં,
ઘડીએ ઘડીએ ચૉકલેટ માગું મમ્મીનો ઠપકો ખાઉં,
દાદીમાની પાસે જઈ ખોળામાં સંતાઈ જાઉં,
સડો થાય છે દાંતમાં તેથી ઓછી હું તો ખાઉં,
ચૉકલેટ ખાઇ જલદી જલદી બ્રશ કરવા જાઉં.
