Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dr Sejal Desai

Drama

3  

Dr Sejal Desai

Drama

કહાની મારી જુબાની

કહાની મારી જુબાની

1 min
576




કવિતા થકી એક કહાની લખું છું!

કલમથી હું મારી જુબાની લખું છું !


જગાડે સદા હેત હેલી એ ભીતર;

ગઝલ એક એવી તુફાની લખું છું !


જગાવે અહેસાસ જે પ્રેમનો ભીતર

એ માધવની ઘેલી દિવાની લખું છું!


વહાવીને વ્હાલ હું મારી કલમથી,

લો કાગળ ઉપર એક નિશાની લખું છું !


ને રોકીને આંસુંઓ પાંપણ ઉપર હું,

'સહજ' વાત મારી હું ખુદની લખું છું !



Rate this content
Log in