કેવી રીતે શરૂ કરું?
કેવી રીતે શરૂ કરું?


કેમ કરી શરુ કરું હું લખવાનું?
મચ્યું છે તોફાન શબ્દોની મારામારીનું !
કલ્પનાઓ પણ, ચડી છે હિલ્લોળે,
રાહ જોઈ થાકી કલમ કાગડોળે !
મનોમન બાંધી ગાંઠ, લખવું જ છે કંઈક,
ગોઠવાયા અક્ષરો આમ જ અચાનક !
ત્યાં જ હારમાળા સર્જાઈ શબ્દોની,
રચાઈ જાળ કિંમતી વિરામચિહ્નોની !
આખરે આવ્યું કાવ્ય પૂર્ણતાને આરે,
સર્જાયું કાવ્ય મારું કાગળની કોરે !