STORYMIRROR

'Sagar' Ramolia

Children

4  

'Sagar' Ramolia

Children

કેવી મજા

કેવી મજા

1 min
507

ચંદ્રની જેમ ચાંદની મળે જો

રાતે શીત પ્રકાશ આપી,

રોજ અંગ વધારી-કાપી;

વિહરવાની કેવી મજા !


મોરલાની જેમ નાચ મળે જો

મેઘ સાથે ગળગળાટ કરી,

નાચ નાચું થનગનાટ કરી;

તો નાચવાની કેવી મજા !


ઝાડવાની જેમ મૌન મળે જો

પથિકોને આશરો આપી,

પરોપકારે પુણ્ય પામી;

જીવવાની તે કેવી મજા !


પવનની જેમ પ્રાણ મળે જો

દેશ ને પરદેશ ફરી,

દુનિયાની સફર કરી;

ઘૂમવાની તે કેવી મજા !


Rate this content
Log in

Similar gujarati poem from Children