કેવા મજાના ઊંટભાઈ
કેવા મજાના ઊંટભાઈ
પ્રાણીઓમાં અનોખા છે,
કેવા મજાના ઊંટભાઈ !
લાંબા ડગે ચાલે છે,
કેવા મજાના ઊંટભાઈ !
પગે પોચી ગાદી છે,
કેવા મજાના ઊંટભાઈ !
રેતીમાં ઝટપટ દોડે છે,
કેવા મજાના ઊંટભાઈ !
પાણી વગર લાંબુ ચલાવે છે,
કેવા મજાના ઊંટભાઈ !
ગાડું ખેંચી દૂર-દૂર જાય છે,
કેવા મજાના ઊંટભાઈ !
બાળકોને સવારી કરાવે છે,
કેવા મજાના ઊંટભાઈ !
કૂણાં કૂણાં પાન ખાય છે,
કેવા મજાના ઊંટભાઈ !
લીમડો ખૂબ વહાલો છે,
કેવા મજાના ઊંટભાઈ !
રાણનું જહાજ કહેવાય છે,
કેવા મજાના ઊંટભાઈ !
