કેસૂડો
કેસૂડો


વ્યથાની વાત ન પૂછીશ, કહેતાં શબ્દો ખૂટી જાશે,
બધાં પાન ખર્યાં પછી કેસૂડાં ખીલવ્યાં છે.
બીજાના રૂપ નિખારવાને અમે સુંદરતા ત્યજી દીધી,
હોળીનાં રંગ બનવા અમારા બાળ ઉકાળ્યા છે.
શ્વેત, કાળો, લાલ ને પીળો, રૂડો વાદળી ને રંગ લીલો,
છતાં કેસરીની છટા છે જુદી, કંઈક ભોગીને જોગી બનાવ્યાં છે,
કેટલા દિ' સંઘર્યાં પડ્યાં - પડ્યાં અમે સળ્યા, જળમાં પડી બળ્યા,
ત્યારે ખાખરા ના કેસૂડાં, રંગ કેસર થઈ તમ ગાલ ખીલ્યાં છે.