કેન્સરના દર્દીની મનની વ્યથા
કેન્સરના દર્દીની મનની વ્યથા
અચાનક એક વાવાઝોડું આવ્યુ...
ને મારા શરીરરૂપી ઘર ને તબાહ કરી ગયું..
ઝડપ એ વાવાઝોડાની એટલી તીવ્ર હતી...
બચાવા માટે સમય જ ના રહ્યો.....
ધીરે ધીરે વાયરા એ છીનવી મારી સુંદરતા....
કાતિલ મારી આંખોએ રચ્યા કાળા કુંડાળા....
અભિમાન હતું જે કેશ(માથાના વાળ) પર મારા મને...
છીનવ્યા સૌથી પહેલા એણે.....
કેટલાય રૂપિયાના ખર્ચે સજાવતી હું કેશ ને....
પળવાર માં ગાયબ કર્યા એક કીમો સેશન એ...
અલગ અલગ રંગોની ચાદર પાથરતી હું મારા બેડ પર....
આજ સફેદ ચાદર મારા હોસ્પિટલના બેડ પર....
એક્ટીવા, કાર ને સ્કૂટી મારા પાર્કિગમાં...
ને હવે બાકીની જિંદગી મારી આ વ્હીલ ચેરમાં....
હમેંશા કામમાં વ્યસ્ત રહેતી મારી સુંદરતા ને જોઈ ના શકી...
આજે મળ્યો અવસર ત્યાં આ કેન્સરે સુંદરતા છીનવી લીધી.....
પોતાના સમયે ભગવાનને હાથ જોડતી આજ હું પળપળ એને કગરવા લાગી....
એક નાનકડા આ કેન્સરે મારી જિંદગી બદલી દીધી....
એક વાતની ખુશી એટલી થાય છે...
મારી આ સ્થિતિ જોઈ મારા દુશ્મનની આંખ ભરાય છે....
હરહંમેશ મારા માટે નફરત પણ આજે મને એની આંખમાં પ્રેમ દેખાય છે.
