કેમ યાદ આવે છે તું?
કેમ યાદ આવે છે તું?
વર્ષો પહેલા જોડાયો હતો સબંધ આપણો,
તો કેમ આજે પણ યાદ આવે છે તું જ?
મારી નાસમજે બની ગઈ તારી ગેરસમજ ત્યારે,
તો કેમ આજે પણ યાદ આવે છે એ જ સમજ?
ફરિયાદોના પીટારાઓના પીટારાઓ છે અહીં,
તો પણ કેમ વારંવાર યાદ આવે છે તારી જ?
વાતાવરણમાં પણ ધીરે ધીરે આવે બદલાવ ઋતુઓનો,
તો કેમ આપણા સબંધમાં તિરાડ આવી એકદમ?
મારી વાતોમાં, મારા શબ્દોમાં, મારી શાહીમાં તું ને તું જ છે,
તો કેમ મારે આજે ખોવાયેલા સબંધોમાં તને શોધવો પડે છે?