STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

કેમ કરીને ભૂલીશુ....

કેમ કરીને ભૂલીશુ....

1 min
200

કેમ કરીને ભૂલીશું એ મમતા તમારી

માતા મમતા તમારી,


નવ મહિના કષ્ટ સહીને

જન્મ મને તું આપતી

કેમ કરીને ભૂલીશું માતા એ મમતા તમારી,


મને ન લાગે કડવી દવા

એટલે પહેલા તું એ ચાખતી

કેમ કરીને ભૂલીશું માતા એ મમતા તમારી,


ભીને તું પોતે પોઢીને

સૂકે મને સૂવડાવતી

કેમ કરીને ભૂલીશું માતા એ મમતા તમારી,


મારા પોષણ કાજે તું

ભૂખ તરસ કશુંં ન જોતી

કેમ કરીને ભૂલીશું માતા એ મમતા તમારી.


Rate this content
Log in

Similar gujarati poem from Children