STORYMIRROR

Zalak Bhatt

Drama

4  

Zalak Bhatt

Drama

કેમ કહું વાત?

કેમ કહું વાત?

1 min
314

કેમ કહું વાત કે’ને તને, મારા વિશે,

સાંભળ્યું સઘળું જ છે, મેં કંઈ તારા વિશે,


હું જ ખુદમાં એવો તો આજ, જોને ખુંપી ગયો,

કે ઝળહળું છું ને સતત, આસ-પાસ ઝગારા દિસે!


કોણ કે છે રાત ને દિન, થાય છે આકાશમાં?

પેલાં, જાણો તો ખરાં, સૂરજ ને પેલા કાળા વિશે,


રાડો પાડી ને જ્યા-જ્યાં કહેવાને જાઉં છું,

કાન છે સૌ ને છતાં સૌ માં કુંડાળા દિસે!


નાક માંહે શ્વાસ છે ને શ્વાસ માંહે તું સતત,

જાણે દીઠો ચક્રવાત ને ચકલી સોચે માળા વિશે,


ઝાડની એ ડાળ ને એ પાનને વિનવે છે સતત,

એ વાયરા ને જઈ કહે મેં સાંભળ્યું છે તારા વિશે,


આવડું સાહસ કંઈ ચક્રવાત ને અટકાવતું,

કે આવડું માનસ ભી જાણે? મારા ગોટાળા વિશે!


થમ્યો ચક્રવાત ને ચકલી ભી માળે વઇ ગઈ,

હવે,એને વિચારવું પડશે બાલ તણા દાણા વિશે !



Rate this content
Log in

Similar gujarati poem from Drama