Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

કેમ ખરું ને ?

કેમ ખરું ને ?

1 min
445


એને નીરખું નજરથી ને આ હૃદય થંભી જાય,

જો કે, જોઈ મને જરા મન એનું પણ વિહવળ થાય !

કેમ ખરું ને ?


મલકી ઊઠે આ હોઠ પણ જિહ્વા જ અટકી જાય,

લાલાશ એના ગાલો કેરી ત્યાં સઘળી ચાડી ખાય !

કેમ ખરું ને ?


રસ્તો નથી બદલતો જો ક્યારેક સામી મળી જાય,

લગોલગ જ્યાં આવી મળું કે બહાને અળગી થાય !

કેમ ખરું ને ?


અવાજ મારા રૂદિયા કેરો એના ઉરમાં પહોંચી જાય,

સામો ટહુકો કરે ખરો પણ ખુદ એને ના સંભળાય !

કેમ ખરું ને ?


ઝાંઝર એના મીઠા લાગે પણ દુનિયા ઓળખી જાય,

ઘણા પ્રયાસે સન્મુખ થાયે ને પછી ચંદ્ર સમ છૂપાય !

કેમ ખરું ને ?


કાળા છે પણ કામણ કરતા એના કેશુ બહુ લહેરાય,

છૂપાઈ બેસું ઓથે કદી ક્યારેક તો એવી ઘટના થાય !

કેમ ખરું ને ?


મારકણી એ આંખો જ્યારે જ્યારે કાજળ ઘેરી થાય,

ખેંચાતો જાઉં એ દરિયે ભલે પછી તરી જાઉં કે ડૂબાય,

કેમ ખરું ને ?


નિત અડધી રાતે નીંદર તૂટતી ને વિચાર મંથન થાય,

સ્વપ્ન, હકીકત શું હશે? મન મૃગજળ પાછળ જાય,

કેમ ખરું ને ?



Rate this content
Log in

Similar gujarati poem from Romance