કેમ ભૂલાય છે
કેમ ભૂલાય છે


સંબંધોની સાંકળને કેમ ભૂલાય છે..
માતાની મમતાને કેમ ભૂલાય છે..
સજ્જનતાની શોભાને કેમ ભૂલાય છે..
આદરભાવના આદર્શને કેમ ભૂલાય છે..
કેમ ભૂલાય છે...
લાગણીના લહેરકાને કેમ ભૂલાય છે..
મનોકામનાની મોહકને કેમ ભૂલાય છે..
સંસ્કૃતિની સુવાસને કેમ ભૂલાય છે...
માનવતાના મૂલ્યને કેમ ભૂલાય છે...
કેમ ભૂલાય છે...
વાણીના વિવેકને કેમ ભૂલાય છે...
દીનબંધુની દયાને કેમ ભૂલાય છે...
સમભાવના સાક્ષીને કેમ ભૂલાય છે...
મર્યાદાની મંઝીલને કેમ ભૂલાય છે...
કેમ ભૂલાય છે...
આનંદના આગમનને કેમ ભૂલાય છે...
હૈયાના હુંકારને કેમ ભૂલાય છે...
એકતાના અવસરને કેમ ભૂલાય છે...
ભાઈચારાની ભાવનાને કેમ ભૂલાય છે...
કેમ ભૂલાય છે...