STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

કદાચ એવું પણ બને

કદાચ એવું પણ બને

1 min
266

કદાચ એવું પણ બને !

હોય વરસાદની ફૂલ તૈયારી અને વાદળી વરસ્યા વગરની ચાલી જાય,

કદાચ એવું પણ બને !


હોય વસંત પુરબહારમાં ને,

આ બગીચો આંસુ સારતો મળે,

કદાચ એવું પણ બને,


શરીર હોય આ મહેફિલની ભીડમાં,

ને આ મન એકાંતની પીડા ભોગવતું જોવા મળે,

કદાચ એવું પણ બને,


હોય પૂનમનો પૂર્ણ ચાંદ,

તોયે આકાશે અંધકાર ભાસે,

કદાચ એવું પણ બને,


હોઠે હોય મંત્રમુગ્ધ મુસ્કાન,

ને અંદર સળગતું હૈયું મળે,

કદાચ એવું પણ બને,


પૂજતા રહ્યા જેને પ્રેમમાં ભગવાન બનાવી,

એજ ચાહતની મૂર્તિ ખંડિત કરે,

કદાચ એવું પણ બને,


પોતાની જાતને ખોઈ બેઠા જેને પામવા ખાતર,

એજ સંવેદનહીન કઠપૂતળી થઈ જાય,

કદાચ એવું પણ બને,


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy