STORYMIRROR

Rekha Shukla

Drama Inspirational

3  

Rekha Shukla

Drama Inspirational

કારણ કે હું નારી છું

કારણ કે હું નારી છું

1 min
235

ખુશી છું જોશ છું ઉભરાતી લાગણી ઉમંગ છું 

કારણ કે હું નારી છું...


મા છું પત્નિ છું લોહીમાં ભળેલો પ્રેમ છું 

કારણ કે હું નારી છું...


અરમાન ભરેલા હૃદયનો ધબકાર છું ને 

અસ્તિત્વનો પ્રભાવ છું

કારણ કે હું નારી છું...


સ્પર્શે વર્ષોની પહેચાન છું વરસાદનું ફોરૂં 

ઝીણું ઝાંકળબિંદુ છું 

કારણ કે હું નારી છું...


કર્મે પ્રતિષ્ઠ્ઠા ને ધર્મે પરંપરા છું શરમે પ્રતિમા છું 

કારણ કે હું નારી છું...


પારસમણી છે તું પણ રંગીન સ્વપ્ન છું હું 

કારણ કે હું નારી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama