કાંઇક એવું જણાવને
કાંઇક એવું જણાવને


કોમ્પ્યૂટરના આ જમાનામાં,
દર્દ ને ડીલીટ કરવાની કોઈ કી હોય તો જણાવને,
તને મળવાને ઉછળી રહી છે આ લાગણીઓ,
આ લાગણીઓને દબાવવાની કોઈ રીત હોય તો જણાવને,
નથી મળી શકવાના આપણે આ જન્મમાં,
મળ્યા વગર સાક્ષાત્કાર થાય એવું કાંઈક જણાવને.