STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

કાજળ ભરી આંખો,કમાલ કરી ગઈ.

કાજળ ભરી આંખો,કમાલ કરી ગઈ.

1 min
262

યાદ છે મને એ પહેલી મુલાકાત,

કાજળ ભરી તારી આંખો કમાલ કરી ગઈ,

હૈયે ધરબેલી વાતોની સુંદર રજૂઆત કરી ગઈ,

હૈયે અવનવી ભાત સર્જી ગઈ,

આંખોથી આંખોની વાત થઈ ગઈ,

આ કાતિલ નજર હૈયાની આરપાર થઈ ગઈ,

 

 જાણે ! ક્ષિતિજે બંનેની મુલાકાત થઈ ગઈ,

અવની ને અંબરની પ્રેમભરી વાત થઈ ગઈ,

'મૃગનયની' શી તારી આંખો કમાલ કરી ગઈ,

હૃદયમાં ધાંધલ ધમાલ કરી ગઈ,


આંખો તારી,

જાણે ! પ્રેમનું એ દર્પણ હૈયાની આરપાર ઉતરી ગઈ,

શરાબ જેવી નશીલી નજરથી થઈ ઘાયલ

આ દિલ તને અર્પણ કરી ગઈ,

શબ્દોની જરૂર જ ના પડી,

આ દિલની દિલ સાથે વાત થઈ ગઈ,

આંખોની આંખો સાથે મુલાકાત થઈ ગઈ,

હૈયાની હૈયા સાથે રૂબરૂ મુલાકાત થઈ ગઈ,

આ કાજળ ભરી આંખે કમાલ કરી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance