STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

કાગળ લખું

કાગળ લખું

1 min
232

વીતેલા સમયને એક કાગળ લખું,

સૂકા શબ્દોને છાંટી ઝાકળ લખું,


મહેંકી ઊઠે યાદો લીલાંછમ સ્મરણો,

ખબર પૂછવા કવિતા આગળ લખું,


થોડો પ્રેમ લખું, થોડાક અહેસાસ લખું,

લાજવાબ હસરત થોડી પાછળ લખું,


થોડો વિરહ અને થોડો ઈંતઝાર લખું,

આવ મારું સરનામું એક વાદળ લખું,


થોડી બેકરારી અને થોડી તનહાઈ લખું,

મીટ માંડી જોતી આંખોનું કાજળ લખું,


ના તું કે ના હું, ના કંઈક અધૂરું ના પુરું,

સમય તું આવે તો ઝીલ ખળખળ લખું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance