STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

કાગડીબેન

કાગડીબેન

1 min
244

કાગડીબેનનાં આજ તો

સાવ જુદા લાગે છે વેશ

આંખો તો લાગે છે કાળી 

આંખોમાં લગાવી છે મેશ


ખભ્ભે ભરાવ્યુ છે પર્સ

મોબાઈલ લીધો છે હાથ

કોયલબેનને કાબરબેનને

લીધા છે પોતાની સંગાથ


બ્યુટીપાર્લરમાં જઈને 

ફેશનેબલ કરાવ્યા છે કેશ

કાગડીબેનનાં આજ તો

સાવ જુદા લાગે છે વેશ


સૌ પંખીઓની કરે ઠેકડી

મારાથી નથી કોઈ રૂપાળી

ધીમે રહીને ચીબરી બોલી

કાગડાની જાત બધે કાળી


આ સાંભળીને કાગડીબેનનો

સાવ ઉતરી ગયો રે ફેશ 

કાગડીબેનનાં આજ તો

સાવ જુદા લાગે છે વેશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children