એ હાલો હાલો રમીએ
એ હાલો હાલો રમીએ
એ હાલો હાલો રમીએ હોળી હોળી
નથી બનાવી આપણે તારા મારાની ઝઘડાની ટોળી
એ હાલો હાલો રમીએ હોળી હોળી,
હું લાવીશ પિચકારી
તું લાવજે સુખનાં રંગ
રમશુંં આપણે હોળી
હોય તારો મારો સંગ,
રંગશું અમે તો સૌને અને ધીમે રહીને કહીશું સોરી
એ હાલો હાલો રમીએ હોળી હોળી,
ગજવામાં ભરશું અમે
ખજૂર અને ધાણી
સૌના પર છાંટશું અમે
અબીલ ગુલાલને પાણી,
આજ અમે સૌએ અમારી આંખો અમૃતમાં બોળી
એ હાલો હાલો રમીએ હોળી હોળી,
કાળો ધોળો ને ગુલાબી
રંગ લાવશું અમે પાક્કો
સૌનાં ચહેરા રંગશું અમે
તહેવાર ના જાય ફિક્કો,
હોળી એવી રમશું કે કોઈની ચામડી ના રહે ગોરી
એ હાલો હાલો રમીએ હોળી હોળી.
