દંભ
દંભ
ચેપી છું એટલો
મારી કને આવો ને ભરખાઈ જશો
નજરથી નજર મિલાવ્યે નાશ નક્કી
દૂર ભાગો બચવાં આ ચેપીથી,
ઉચ્છવાસ મારો મોત તારું
એ કહેવાં તમને ટોળે ભેગા કર્યા છે
કેટલાં કાટલાં ખોળે બેસાડ્યાં
કેટલાક ખુંટીયા ખંભે,
થોડાં હજૂરિયા હથેળીમાં
લાવને મારતો જાઉં મરતાં પહેલાં
એક કરતા બે ભલા
બે કરતાં શિરમોર ટોળાં,
ચેપી છું એટલો
ચેપ લગાડીને જ જવાનો ઉપરે
ખાલી ઉપદેશ દીધે શું વળે ?
ભાગ પણ લેતાં જાવ,
હું એકલો ખુવાર શું કામ મરું ?
એ કહેવાં તમને ટોળે ભેગા કર્યા છે
ભરખવાં આવ્યો છદ્મ રૂપે
ચેપી છું એટલો.
