STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

ભાઈ બેનનું ગીત

ભાઈ બેનનું ગીત

1 min
208

ઈલા તારી કીટ્ટા 

કનુ તારી કીટ્ટા 

ભાઈ ભાઈ...2

ભાઈ ભાઈ...2


મારી પાસે લાલ, પીળી, કાળી ઢગલો છે પેન

એકય નૈ આપું તને ભલે તું હોય મારી બેન,

ભાઈ ભાઈ....2 

ભાઈ ભાઈ...2


મારી પાસે લંચબોક્ષમાં છે ચણા ને ગોળ 

લે બેના આઘી જા, ભલે તું કરે ખોટો ડોળ,

ભાઈ ભાઈ....2

ભાઈ ભાઈ.....2


તને રે પજવવામાં મને આવે છે બહુ મજા

પપ્પા પાસે મને તુંં કરાવે છે વારંવાર સજા,

ભાઈ ભાઈ....2

ભાઈ ભાઈ....2


લડું કે રડાવું તને તુંં મારી છે લાડલી બેની

લડે નહી એ ભાઈ બેનની પ્રીત કે'વાય શેની ?

ભાઈ ભાઈ...2

ભાઈ ભાઈ..2 


રાખડીની બેના સદા રાખીશ હું તો લાજ

મને મળી લાડલી બેના એનો છે મને નાઝ,

ભાઈ ભાઈ..2

ભાઈ ભાઈ...2


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children