વાત મારા ભાઈની
વાત મારા ભાઈની
1 min
259
હા હું વાત કરું છું મારા ભાઈની
થોડો નાસમજ
પણ વાત તેના સહકારની.
હા વાત તેના શાંત સ્વભાવની
થોડા ગુસ્સામાં
રહેલા એના ઘણા વ્હાલની.
હા વાત એના પ્રભાવની
મૌન રહી
છતાંય એનાં તરફ ખેંચતા અવાજની.
હા વાત છે એના વર્તાવની
છણકા કરતી
પણ સાચવી લેવાના અંદાજની.
હા વાત છે એના પરાક્રમની
ધીમેથી છેડાતા
અચાનક મારા પરના મજાકની.
