STORYMIRROR

Kaushik Dave

Romance Children

3  

Kaushik Dave

Romance Children

કેવા છે મોગરાના ફુલ ?

કેવા છે મોગરાના ફુલ ?

1 min
248

દડ દડ આંસુ આવતા જાય,

આંસુ મોગરા પર પડતા જાય,  


મંદ મંદ વાયુ વહેતો જાય,

મોગરાની સુવાસ ફેલાવતો જાય,

જુઓને પપ્પા ! કેવા છે મોગરાના ફુલ !


જુઓ કેવું છે યાદ મને,

મોગરાના ફુલ અને મોગરાની વેણી,

પપ્પા તમે લાવતા'તા,

મમ્મી ને ખુશ કરતા'તા,


ખુશ થઈ ને પુછતો હું,

પપ્પા તમે શું લાવ્યા ?

હસીને બોલતા તમે,

તારા માટે મોગરાની સુવાસ લાવ્યો,

સાથે અમારો સ્નેહ પ્રેમ લાવ્યો,

જુઓને પપ્પા, કેવા છે મોગરાના ફુલ !


એ યાદો આજે આવી ગઈ,

મમ્મી પપ્પાની સુવાસ આવી ગઈ,

એક ચિત્તે જોતો 'તો હું તમને,

આજે આપના ફોટાને જોઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance