STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Classics Children

4  

Vrajlal Sapovadia

Abstract Classics Children

કાગડાભાઈ કહેવતમાં

કાગડાભાઈ કહેવતમાં

1 min
292

કાનાભાઈની દુકાનમાં તો કાગડા ઊડતાં હોય

બગલા બધેય ધોળા કાગડા બધે ય કાળા હોય,


ભગાભાઈ કુંવારા ને કાગડો દહીંથરું લઈ ગયો

કાશીમાં પણ કાગડો તો કાળો જ હોય અભાગ્યો,


કાગ ડોળે રાહ જોવી પડે એવડાં મોટા મહેમાન,

કાગનું બેસવું ને ડાળનું પડવું કેવું મોટું સન્માન,


કાગનો વાઘ કરવો એને માટે ડાબા હાથનો ખેલ,

કાગડાને હાથે કંકોતરી આવી મનમાં રાખી મેલ,


કાગા વહાલું કુંભજળ, અને સ્ત્રીને વહાલી વાત

નામ તેનો નાશ, કાગડા પામે વાસ આખી નાત,


કાગડાને શ્રાદ્ધ સોળેય દહાડા રોજ શીરોપુરી ખાય 

કાગડાને મન રમત બિચારાં દેડકાનો જીવ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract