‘ક’ મળે તો કહેજો
‘ક’ મળે તો કહેજો
‘ક’ મળે તો કહેજો એને થઇને ઘેલો ઘેલો,
શાને કાજે કક્કામાં આવી બેઠો પહેલોવે’લો.
‘ક’ને મળે નહીં માથુ કે મળે ના પગ,
બે હાથ અને ધડ થકી ઘૂમવું એને જગ,
એક તો ઊભો રહે માંડ અડધો વાંકો વળેલો,
શાને કાજે કક્કામાં આવી બેઠો પહેલોવે’લો.
‘ખ’ની કાયમ રહેતી ખટપટ ‘ગ’નો લાઠી પ્રહાર,
‘ઘ’ની ઘૂંસણખોરી ને ‘ચ’ આખુ ચોરબજાર,
સારુ છે કે છ’ રહે છે સાથે છત્તર ઢાળી ઊભેલો,
શાને કાજે કક્કામાં આવી બેઠો પહેલોવે’લો.
