STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

જ્યારથી તું આવી જીવનમાં

જ્યારથી તું આવી જીવનમાં

1 min
497

જ્યારથી તું આવી જીવનમાં

સુકી ડાળીઓમાં પણ પર્ણો ફૂટી ગયા

આ પાનખરે લીધી વિદાય


જ્યારથી તું આવી જીવનમાં

આ પંખીઓ ટહુક્યા અને

ઉદાસ હૈયું પણ ખુશ ખુશાલ થઈ ગયું


જ્યારથી તું આવી હૈયામાં

આવી જીવનમાં આવી વસંત

અને મહોર્યું જીવન નું ઉપવન


જ્યારથી તું આવી જીવનમાં

કોયલને મળ્યું ટહુકવાનું કારણ

મોગરાને મળ્યું મહેક્વાનું કારણ


જ્યાર થી તું આવી બાગમાં

ફોરમને પણ મળી સંગત વાયરાની

જાણે ભેખડો ચિરીને દોડ્યા ઝરણા આ ધરા પર


જ્યારથી તું આવી ઉપવનમાં

નવી ખુશીઓની લહેર દોડી ગઈ હૈયામાં

જ્યારથી તું આવી ગઈ જીવનમાં


Rate this content
Log in

Similar gujarati poem from Romance