STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

જય હિંદ !

જય હિંદ !

1 min
519




તિરંગામાં લપેટાયેલી એ લાશ,

મારી માતૃભૂમિ હાટુ છે ખાસ,


ક્ષણેક્ષણ દેશની રક્ષા કરતા,

આજે છોડી ચૂકી છે શ્વાસ,


આંખોમાં આંસુ શેના હોય?

બસ એજ કારણે છું ઉદાસ,


કોઈનો દીકરો કોઈનો પતિ

હતો કોઈના ઘરનો ઉજાસ,


કોઈનો ભાઇ કોઈનો બાપ

હતો ભારત દેશનો પ્રકાશ,


કોઈનો મિત્ર કોઈનો પ્રેમી,

મૂકી ગયો સોનેરી સુવાસ,


આકાશે ભલેને હોય પૂનમ,

આખા દેશમાં છે અમાસ!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational