STORYMIRROR

Chetan Gondalia

Drama

3.5  

Chetan Gondalia

Drama

જવાબ હવામાં ઉડે છે

જવાબ હવામાં ઉડે છે

1 min
188


કેટલા રસ્તાઓ તય કરે આદમી 

કે જેથી એને માણસ કહી શકો ..?!


કેટલા સાગરો પાર કરે કબૂતર,

કે જેથી એ રેતીની હૂંફમાં સુઈ શકે ?!


કેટલા ગોળા દાગે કાળમુખી તોપું, 

કે જેથી એનાં પર પ્રતિબંધ લાગે ?!


હે દોસ્ત, હે મારાં ભાઈ, 

આ બધાંના જવાબ હવામાં ઉડે છે...!!

હવામાં જ ઉડે છે ...!!


કેટલા યુગ અડીખમ રહે એક પહાડ,

એ પહેલા કે સમુદ્ર એને ડૂબાડી ન દે ..?!


કેટલી વાર જીવી શકે કોઈ કમનસીબ માણસો,

એ પહેલા કે એમને આઝાદ ન કરી શકાય ..?!


કેટલી વાર માથું ધુ

ણાવી શકે દંભી જનો,

એ દેખાડવા કે એમણે કંઈ જ જોયું જ નથી ??!!


હે દોસ્ત, હે મારાં ભાઈ, 

આ બધાંના જવાબ હવામાં ઉડે છે...!!

હવામાં જ ઉડે છે ...!!


કેટલી વાર માણસ આકાશે માંડે મીટ, ?!

કેટલા કાન હોવા જોઈએ કે લોકો -લોકોનાં રૂદન સુણી શકે?! 

કેટલી ચિત્તાઓ સળગે કે એ સાંજે - હવે ઘણાં જ હણાયા ..!?


હે દોસ્ત, હે મારાં ભાઈ, 

આ બધાંના જવાબ હવામાં ઉડે છે...!!

હવામાં જ ઉડે છે ...!!

(  અંગ્રેજી કવિ બોબ ડાયલન ની કવિતા ' Blowin' In The Wind ' નો ભાવાનુવાદ...)



Rate this content
Log in

Similar gujarati poem from Drama