Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4.1  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

જુદાઈના દિવસો

જુદાઈના દિવસો

1 min
244

એમ તો ક્યાં એ સહેલાઈથી કપાવાના હતાં,

દિવસો જે આ તારી ને મારી જુદાઈના હતાં !

ધારી પણ લઉં હું વાતને તોય થાય ક્યાં કશું,

સંબંધ ભૂલું કેમ ? જે દિલની સગાઈના હતાં !

મળે ના કશે આશરો હવે આ તૂટેલા હૈયાને,

ગુમાવ્યા છે સુખો જે ખુદની કમાઈના હતાં !

વેતરાઈ ગયાં છીએ નાની એવી વાતોમાં ને,

શક્ય હતું મિલન કિંતુ પહાડો રાઈના હતાં !

કે હતું ઘણું પાસે અમારી જ્યારે તમે હતાં,

ને હવે તો અમે મોહતાજ પાઈ પાઈના હતાં !

જીવવું બન્યું છે દુશવાર એ કારણે 'ઉમંગ',

પ્રસંગો રહ્યાં યાદ જે તમારી વિદાઈના હતાં !

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy