Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

જરૂર છે

જરૂર છે

1 min
17


જીવનને પ્રેમપૂર્ણ નજરની જરૂર છે,

ચાહતને પણ જરાક ફિકરની જરૂર છે.


ઓછી મળે જરાક જો સગવડ તો ચાલશે,

જ્યાં દિલથી આવકારે એ ઘરની જરૂર છે.


ખામોશ થઇ કરેલ દુઆ કામ આવશે,

એમાં ય ધારદાર અસરની જરૂર છે.


ભટકી ગયો છું ખુદ હું તને શોધતા હવે,

તારી મળે કશીક ખબરની જરૂર છે.


આમે ય જીંદગીએ કરી છે મજાક જો,

તારી હવે હૃદયથી કદરની જરૂર છે.


દુશ્મન થઈ ગયું છે જગત આજકાલ તો,

ને તું કહે છે આજ સબરની જરૂર છે?


અવઢવ સદા રહે છે હૃદયમાં મને સતત,

નિર્ણય મને ય આજ અફરની જરૂર છે.


જીવન તણો જરાય અહેસાસ કાં નથી?

દિલ ચૂભતી રહે એ કસરની જરૂર છે?


આજે ફરી હૃદય અનુભવ બોજનો કરે,

થોડુંક બસ કફનને કબરની જરૂર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance