જરા વિચાર કરો
જરા વિચાર કરો
આ કોરોના કાળમાં બાગબગીચા બધું બંધ હતું. હજુ પણ માસુમ બાળકો બહારની ખુશનુમા વાતાવરણ માણી શકતા નથી. એમનું બાળપણ કોરોના વાયરસે છીનવી લીધું છે. બાળકોના કેટલાય સવાલો છે જેના જવાબ આપવા બહુ મુશ્કેલ છે. ક્યારે આ માસુમ બાળકો પ્રકૃતિનો આનંદ માણશે ? એ પરની એક ટૂંકી કવિતા.
આમ ક્યાં સુધી જીવ્યા કરવાનું ?
બસ ઘરમાં જ રહ્યા કરવાનું !
માસુમ બાળકોનો તો જરા વિચાર કરો,
બગીચાઓને પણ મૂરઝાયા કરવાનું !
