STORYMIRROR

Jasmeen Shah

Drama Others

4  

Jasmeen Shah

Drama Others

જરા ધીરે વરસો

જરા ધીરે વરસો

1 min
464

રાત કાજળથી કાળી, જરા ધીરે વરસો,

કહેવું રહ્યું છે બાકી, વાદળી ધીરે વરસો... 

જરા ધીરે વરસો... 


ભીનાં કચરા ગંધાય, ભેળા મન આ મેલાં, 

ઊંચા મકાને ભીંસાય, સોદા લાચારીના...

જરા ધીરે વરસો... 


ખોટ ખોરડે વર્તાય, ખાલી રહ્યા જ્યાં ખોળા,

ભીની આમ તો આંખડી, કરે અન્યથા છોરાં... 

જરા ધીરે વરસો... 


પેટે પાટા છે બંધાય, વર્ષાની મહેર છતાં,

આવી કેમ જીરવાય, અન્નદાતાની ક્ષુધા... 

જરા ધીરે વરસો... 


રોજી રળતા ખોવાય, બાળ પુષ્પ અર્ધખિલ્યા, 

કેવા ભાવિ ખોરવાય, જીવતા એ અંધારામાં .. 

જરા ધીરે વરસો... 


સુણે કોણ તારા સિવાય, ચારેકોર આ ડૂસકાં,

કર ઓછા ગડગડાટ, ભીની ભીની છે વ્યથા... 

જરા ધીરે વરસો... 


ઝોલા માણસાઈ ખાય, અધમ સ્વાર્થી નર્યા,

નામ પ્રગતિ દેવાય, નીતિની હો દુર્દશા, 

જરા ધીરે વરસો... 


રાત કાજળથી કાળી, જરા ધીરે વરસો,

કહેવું રહ્યું છે બાકી, વાદળી ધીરે વરસો...!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama