STORYMIRROR

Shaurya Parmar

Children Drama Thriller

3  

Shaurya Parmar

Children Drama Thriller

જોયો છે

જોયો છે

1 min
26.2K




મા!


એક ટમટમતો તારો જોયો છે,

તારો પ્રેમ એકધારો જોયો છે,


અંધારે સુંદર નજારો જોયો છે,

તુજમાં મારો સહારો જોયો છે,


હું તને આકાશે જોવું છું મા,

તેં તારો સિતારો જોયો છે?


ઉપરથી ખરતો તારો જોયો છે,

તારો સંદેશો પ્યારો જોયો છે,


વાદળનો ગગડાટ જોયો છે,

તેમાં તારો હોંકારો જોયો છે,


નિ:શબ્દે વાતો કરી તારી જોડે,

તબિયતમાં સુધારો જોયો છે,


એક ટમટમતો તારો જોયો છે,

તારો પ્રેમ એકધારો જોયો છે,


મા!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children